FREQUENTLY ASKED QUESTIONS

• ગુજરાતી ભાષામાં છે.

• હિન્દી અને અંગ્રેજી વર્ઝન ભવિષ્યમાં પ્રકાશિત થશે.

• એપ Android અને iOS બંને મોબાઇલમાં કે ટેબલેટમાં ચાલશે.

• આ એપ લેપટોપ કે ડેસ્કટોપ પર ઓપન નહીં કરી શકાય.

• ૦ થી ૧૨ વર્ષના સંતાનનાં માતા-પિતા બંને કે તેમાંથી કોઈ એક અથવા બાળકનો કોઈ પણ પાલક આ કોર્સ કરી શકે.

• ભવિષ્યમાં ૧૩ થી ૨૫ વર્ષના સંતાનના સર્વાંગી વિકાસ માટે ‘યુવા સામર્થ્ય’ કોર્સ, આ જ એપમાં આપવામાં આવશે.

• સંતાનનાં ૦ થી ૧૨ વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે.

• ૧૨ વર્ષ પૂરાં થવામાં ૧ વર્ષ કે ૬ કે ૩ મહિના બાકી હોય, તો પણ જોડાઈ શકાય. કારણ કે ‘જગ્યા ત્યારથી સવાર.’

• આ કોર્સ ‘ગર્ભ સંસ્કારથી ગર્ભ સંસ્કાર’ સુધીની એક પૂર્ણ ક્રાંતિકારી માનવ-વિકાસ સાયકલ-ચક્ર (ગર્ભ સામર્થ્ય(ગર્ભ), શિશુ સામર્થ્ય(૦-૩ વર્ષ), બાળ સામર્થ્ય(૪-૧૨) અને યુવા સામર્થ્ય(૧૩-૨૪)) છે.

• આપનું સંતાન જ્યાંથી પણ આ સાયકલ-ચક્રમાં જોડાશે, તેના જીવનમાં પૂર્ણ સાયકલ સિદ્ધ થશે જ.

• ના. એક પેમેન્ટ દીઠ એક જ ફોનમાં એપ ચાલુ થશે.

• આપ ડિવાઈસ બદલો, તો પહેલાં ડિવાઈસમાંથી Log-out થઈ જવું પડશે.

• ઘરના બીજા કોઈ સભ્યનાં ફોનમાં એપ ચાલુ કરવી હોય, તો આપે નવું પેમેન્ટ કરવું પડશે.

• કીટ વિના ફક્ત એપ જ ચાલુ કરવી હોય, તો આપે અમારો સંપર્ક (૯૯૯ ૮૯૯ ૨૨૯૭, સવારે ૧૦ થી સાંજે ૬, વર્કિંગ દિવસોમાં) કરવો પડશે.

• અમે પૂરતી તપાસ કરીને, આપના સંતાનની ઉંમર મુજબ Without Kit પેમેન્ટ કિમ્મત અને Bank Detail કે પેમેન્ટ લિન્ક મોકલીશું. પેમેન્ટ બાદ આપ બીજા ડિવાઈસમાં એપ શરૂ કરી શકશો.

• આપણા કોર્સનો સૌથી મહત્ત્વનો વિભાગ આ વર્કશોપ છે.

• ઇન્ટરનેશલ પેરેન્ટીંગ વર્કશોપમાં વાલી-સંતાન વચ્ચેના કમ્યુનિકેશનના કુલ ૬ મુદ્દાઓ પર ૩૦ સ્કીલ્સ શિખવવામાં આવશે.

• એ માટે ZOOM પર દર શનિવારે રાત્રે ૯ થી ૧૧, એમ ૭ શનિવારે સેશન લેવામાં આવશે.

• દા.ત. : પ્રથમ શનિવારે ૪ સ્કીલ્સ શીખ્યા, તો એ પછી આખું અઠવાડિયું બાળક પર તે સ્કીલ વાપરવાની અને પરિણામ એસાઇંમેન્ટ બૂકમાં નોંધવાનું. બીજા શનિવારે સેશનની શરૂઆતમાં, ગયા અઠવાડિયા દરમ્યાન સ્કીલ વાપરવામાં જે સફળતા કે નિષ્ફળતા મળી હોય, તેની ચર્ચા થશે. અને બીજી ૪ સ્કીલ્સ શિખવવામાં આવશે. જે પછીના અઠવાડિયે સંતાન પર વાપરવાની. એ રીતે ૭ શનિવારમાં ૩૦ સ્કીલ્સ પૂરી થશે. ૨ મહિનામાં વર્કશોપ પૂરો થઈ જશે.

• વર્કશોપનાં તમામ સેશન આપની મોબાઈલ એપમાં પણ આપ્યાં જ હશે, કે જેથી રિપિટેશન કરી શકાય. કે કોઈ સેશન ચૂકી ગયા હોઈએ, તો જોઈ શકાય.

• એપના વર્કશોપ વિભાગમાં એક મુદ્દાની સ્કીલ્સના તમામ પ્રશ્નોના જવાબ આપ આપો, તે બાદ જ બીજો મુદ્દો ખૂલશે.

• વર્કશોપના વિષયો નીચે મુજબ છે.

૧. ક્ષમતા ઓળખો-સ્વપ્ન રોપો
૨. ઉપદેશક નહીં, ઉદાહરણ બનો
૩. પ્રેમ આપો, સમય આપો
૪. બાળમાનસ સમજો-સ્વીકારો
• ૪.૧. બાળકનું હૃદય જીતવું – લાગણીની કદર
• ૪.૨. બાળકનો સહકાર મેળવવો
• ૪.૩. સજાના વિકલ્પો
• ૪.૪. બાળકને સ્વાવલંબી બનાવવું
• ૪.૫. બાળકનો સેલ્ફ-એસ્ટીમ વધારવો
• ૪.૬. બાળકને નેગેટીવ રોલમાંથી મુક્ત કરવું
૫. પરમ સત્ય સમજાવો
૬. મોબાઈલ વિવેક અને અભ્યાસ પ્રેરણા

• આ વિભાગમાં સતત ૯ વર્ષ સુધી દરરોજ ૧૦+ એક્ટિવિટી ( ૩ નવી + ૭ સ્થાયી) આપવામાં આવશે.

• દરરોજ નવી ૧૦ મિનિટની ‘સામર્થ્ય’ એક્ટિવિટીમાં સંતાનના સર્વાંગી ઘડતરનું માર્ગદર્શન આપવામાં આવશે.

• દર સોમવારે ‘સંસ્કાર સામર્થ્ય’ (ટેવ DOs & DON’Ts)

• દર મંગળવારે ‘સંગીત સામર્થ્ય’ (એક્શન સોંગ)

• દર બુધવારે ‘બુદ્ધિ સામર્થ્ય’ (કોયડા-પઝલ)

• દર ગુરુવારે ‘ભાવના સામર્થ્ય’ (વીડિયો લાગણી મનન)

• દર શુક્રવારે ‘પ્રતિભા સામર્થ્ય’ (વાર્તા કથન)

• દર શનિવારે ‘સંસ્કૃતિ સામર્થ્ય’ (આધ્યાત્મિક મૂલ્યો)

• દર રવિવારે ‘એકતા સામર્થ્ય’ (ફેમિલી ફન એક્ટિવિટી)

• આ ઉપરાંત, ૨ સ્થાયી એક્ટિવિટીમાં (૧) વિવિધ ઓડિયો : રાગ સંગીત, લેફ્ટ અને રાઈટ બ્રેઈન ડેવલોપમેન્ટ સંગીત, વેદ મંત્ર ગાન, ૐ નાદ, ભાષા ઓડિયો, શયન સંવાદ etc. અને (૨) પ્રાતઃ બાળ રક્ષા કવચ વિધિ આપને પ્રાપ્ત થશે.

• સંતાનના વિકાસને ટ્રેક કરી શકાય, તે માટે આપે કરેલ તમામ એક્ટિવિટીનો રિપોર્ટ આપ આ વિભાગમાં મેળવી શકશો.

• આ રિપોર્ટ ફક્ત આપના ફોલો-અપ માટે છે. આ રિપોર્ટને આધારે કોઈ પણ માતા કે પિતાએ ચિંતિત ન થઈ જવું કે સંતાન પર બિન-જરૂરી દબાણ ન લાવવું કે બીજા કોઈ સંતાનના રિપોર્ટને આધારે પોતાના બાળકની મુલવણી ન કરવી. એક બાબત હંમેશાં ધ્યાન પર લેવી કે પરફેક્ટ પેરેન્ટીંગ જેવી કોઈ વસ્તુ શક્ય નથી.

• આપ કોઈ પણ એક્ટિવિટી પર જોવા માટે ક્લિક કરશો એટલે રિપોર્ટ ભરાવાનું ચાલુ થઈ જશે. એક્ટિવિટી વાંચીને કે સમજીને આપ ‘એક્ટિટીવી DONE’ બટન પર ક્લિક કરશો, તો તરત એ રિપોર્ટ વિભાગમાં સબમિટ થઈ જશે. અને દર અઠવાડિયે આપ આપના સંતાનનો વિકાસ કયા મુદ્દામાં વધારે થશે ? તે ટ્રેક કરી શકશો.

• આ વિભાગમાં બાળ ઉછેરમાં વારંવાર જરૂર પડતા નીચે મુજબના અનેક મુદ્દાઓનું ઊંડાણથી માર્ગદર્શન આવશે કે જે કોર્સના સમયગાળા દરમ્યાન જ્યારે જરૂર પડે, આપ એક્સેસ કરી શકશો.

• PQ (શારીરિક વિકાસ) માર્ગદર્શન

- ડેવેલોપમેન્ટલ માઈલસ્ટોન પરિચય , સંપૂર્ણ અને સાત્ત્વિક આહાર માર્ગદર્શન
- શુદ્ધ અને યોગ્ય જળપાન, પૂરતી અને ગાઢ ઊંઘ
- બાળ કસરત-યોગ તાલીમ, શારીરિક વિકાસ વીડિયો સિરીઝ

• IQ (બૌદ્ધિક વિકાસ) માર્ગદર્શન

- એડવાન્સ સ્ટડી ટેક્નિક તાલીમ, ઈન્ટરનેશનલ ક્રિએટિવિટી સ્કીલ ટ્રેનીંગ
- DMIT અને Mid Brain Activation પરિચય, બૌદ્ધિક વિકાસ વીડિયો સિરીઝ

• EQ (માનસિક વિકાસ) માર્ગદર્શન

- સ્ટોરી ટેલીંગ સ્કીલ ટ્રેનીંગ, રાગ અને તાલ તાલીમ
- એડવાન્સ ડ્રીમ ચાર્ટ માર્ગદર્શન, માનસિક-સામાજિક વિકાસ વીડિયો સિરીઝ

• SQ (આધ્યાત્મિક વિકાસ) માર્ગદર્શન

- હેપ્પી લાઈફ માર્ગદર્શન, ચક્ર ધ્યાન માર્ગદર્શન
- આધ્યાત્મિક વાંચન, આધ્યાત્મિક વિકાસ વીડિયો સિરીઝ

• ૧ વાર. કોર્સની શરૂઆતમાં કોર્સની તમામ માહિતી માટે આપનું પ્રારંભિક કાઉન્સેલિંગ થશે.

• ત્યાર બાદ ૩૦ સ્કીલ્સમાં આપને જે કાંઈ પ્રશ્ન હોય, તે આપ ૭ ZOOM સેશન દરમ્યાન પૂછી જ શકશો.

• શરૂઆતના ૨ મહિના દરમ્યાન, ૨-૨ કલાકના, ૭ ZOOM સેશનમાં આપ તમામ પ્રશ્નો પૂછી શકશો. તેમાં જ આપને આપની મૂંઝવણો અને પડકારોનું સંતોષકારક સમાધાન મળી જશે.

• આ ઉપરાંત માસ્ટર ટ્રેઈનર જીતેન્દ્ર ટીંબડિયા દ્વારા દર ૩ મહિને કે અનુકૂળતા મુજબ LIVE Online સેશન ‘પેરેન્ટીંગ પર્વ’ ટાઈટલ હેઠળ લેવામાં આવશે. કે જેમાં પેરેન્ટીંગનું નવું-નવું નોલેજ અપડેટ કરાવવામાં આવશે.

• મટિરિયલ કિટમાં એક પ્લાસ્ટિક કંટેનરમાં નીચે મુજબની વસ્તુઓ આવશે :

1. પેરેન્ટીંગ પુસ્તકો (૫ પુસ્તકો)

2. એડવાન્સ એક્ટિવિટી મટિરિયલ (૧૧ એક્ટિવિટી)

3. વર્કશોપ એસાઇન્મેંટ્સ (HTT Workshop ફાઈલ)

4. પેરેન્ટીંગ ૩૦ સ્કીલ કાર્ડ

5. Happy Life ધ્યાન બોર્ડ્સ (માતા-પિતા અને પરિવારજનોના પોઝિટીવ માનસ ઘડતર માટે)

6. કોર્સ સર્ટિફિકેટ (વર્કશોપનાં તમામ સેશન પૂર્ણ કરનારને અમેરિકાની ફેબર-મેઝલિશ સંસ્થા દ્વારા ઓફિસિયલ સર્ટિફિકેટ પ્રાપ્ત થશે.)

• રોજ ફક્ત ૧૫ થી ૨૦ મિનિટ (સવારે ૫ મિનિટ, રાત્રે ૧૦ થી ૧૫ મિનિટ)

• સંગીત માટે કોઈ અગલ સમય ફાળવવાનો નથી. સંતાન રમતું હોય, વાંચન કે હોમવર્ક કરતું હોય, સૂતું હોય, ત્યારે સૂચના મુજબ ટ્રેક્સ ચાલુ રાખવાના છે.

• સંતાનને વધુ રસ પડે કે આપને વધુ સમય હોય, તો આપ એક્ટિવિટીને લંબાવી પણ શકો છો. એ માટે અમે દરેક એક્ટિવિટીમાં વિશેષ માર્ગદર્શન આપેલ છે.

• કોર્સની કિંમત નીચે મુજબ છે. EMI દ્વારા કોર્સનું પેમેન્ટ થઈ શકશે.


શિશુ સામર્થ્ય કોર્સ (0 થી 3 વર્ષના સંતાન માટે)

• સિલ્વર પ્લાન - 4,000/-

• ગોલ્ડ પ્લાન - 14,000/-

• પ્લેટિનમ પ્લાન - 18,000/-


બાળ સામર્થ્ય કોર્સ (4 થી 12 વર્ષના સંતાન માટે)

• સિલ્વર પ્લાન - 4,000/-

• ગોલ્ડ પ્લાન - 6,000/-

• પ્લેટિનમ પ્લાન - 10,000/-


(વધુ માહિતી માટે play store કે app store પર જઈને dream child parenting મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.)

• આખો BASIC વિભાગ. કે જેમાં ૧૫૦ થી વધુ પેરેન્ટીંગ મટિરિયલ સંપૂર્ણ ફ્રી છે. આ વિભાગ Life time ફ્રી છે.

• Dream Child સંસ્થાનો ધ્યેય પેરેન્ટીંગનું વૈદિક અને વૈજ્ઞાનિક જ્ઞાન દુનિયાનાં તમામ માતા-પિતા સુધી પહોંચાડવાનું છે. એ માટે સંસ્થા ઘણી બધી મહત્ત્વની વસ્તુઓ સંપૂર્ણ ફ્રી આપે છે.

• સંસ્થાનો ધ્યેય સમગ્ર વિશ્વ સુધી આ સંદેશ પ્રોફેશનલ રીતે પહોંચાડવાનો હોઈ, બીજા વાલી પાસેથી પણ ખૂબ જ નજીવી કિમ્મત મેળવે છે.

• ખરેખર તો આ જ્ઞાનની કોઈ કિમ્મત ન થઈ શકે. લેવાતી કિમ્મત તો એ જ્ઞાનના મટિરિયલના સર્જન અને પ્રચાર માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાને પ્રોફેશનલી રન કરવા માટે છે.

• કોઈ જ ચિંતા ન કરવી. અમે આગળ જણાવ્યું તેમ આ એક પૂર્ણ સાયકલ - ચક્ર છે. સંતાન જ્યાંથી શરૂ કરશે, ત્યાં સુધી ક્યારેક તો પહોંચશે જ.

• વળી, સંતાનની ક્ષમતા, માતા-પિતાની ક્ષમતા, સમય-સંજોગ વગેરે બધું ધ્યાનમાં લઈએ, તો જે એક્ટિવિટી થઈ હોય, તેનું પરિણામ પણ માપવું અશક્ય છે.

• તેથી જેટલું થાય, એટલું પૂરતું જ છે. ન થાય, તો વસવસો ન કરવો. અમારા કોર્સનું મિનિમમ કરશો, તો પણ મેક્સિમમ જ હોય, તેવો અમારો પ્રયાસ છે.

• ચિંતા કે વસવસો ન કરવો. માતા-પિતા અને સંતાન એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરે, તે માટેનો અમારો પ્રયત્ન છે.

• એક્ટિવિટીનો સમય બદલવો, બાળકના મૂડ મુજબ એક્ટિવિટી કરવી, એક્ટિવિટીના પરિણામ બાબતે આપનું વલણ બદલવું, લાંબું ન કરવું, બાળકની શીખવાની ક્ષમતા (ઓડિટરી, વિઝ્યુયલ કે કાઈનેસ્થેટિક) મુજબ એક્ટિવિટી કરાવવી વગેરે ઉપાયો આપ પ્રથમ કરશો.

• વળી, લાંબા સમય સુધી સંતાન એક્ટિવિટી ન કરે, તો એ એક્ટિવિટી છોડી દેવી. કે એ બાબતે આપ અમને કોલ કરી માર્ગદર્શન મેળવી શકો છો. (આપના પ્લાનમાં પર્સનલ કાઉન્સેલીંગ સુવિધા હોય તો)

• માતા અને/અથવા પિતા દરરોજ કુલ ૨૦ મિનિટ સંતાન માટે કાઢે જ. સંતાન એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. સૌથી વધુ જતન આપણે તેનું જ કરવું જોઈએ. બીજા દરેક પ્રોજેક્ટ જરૂરી છે, પણ આ ૨૦ મિનિટના ભોગે નહીં.

• આ કોર્સ લેવાથી ફાયદો નહીં થાય, કોર્સની બાબતો કરવાથી ફાયદો થશે. તેથી દરેક વાલી ZOOMનાં ૭ સેશન ફરજિયાત ભરે. તથા દરરોજની એક્ટિવિટી પૂરી તૈયારી અને ધગશ સાથે કરે.

• આ સમયે આપણે સૌ ધ્યાન નહીં આપીએ, તો આપણું, આપણી ભાવિ પેઢીનું અને આપણા દેશનું ભવિષ્ય ઘૂંઘળું હશે. પેરેન્ટીંગની આ ક્રાંતિમાં આપ પૂરા જોશથી જોડાશો. ઉજ્જવળ ભવિષ્ય આપની રાહ જોઈ રહ્યું છે.

• ગળાકાપ સ્પર્ધાના આ અને આવનારા સમયમાં.. આપનું સંતાન ૨૫ વર્ષનું થાય, ત્યાં સુધીમાં કુટુંબને જરૂરી આર્થિક ઉપાર્જન કરી શકે, પરિવારને ખુશ રાખી શકે, પોતે સ્ટ્રેસ-ફ્રી જીવન જીવે અને સમાજને ઉપયોગી થાય, તે રીતનું તેનું સંપૂર્ણ ઘડતર થાય, તે અમારો પ્રયાસ છે.

• તે માટે શાળા-કોલેજના અભ્યાસ ઉપરાંતની બીજી જરૂરી વિચારસરણીઓ અને કળા-કૌશલ્ય આ કોર્સમાં અમે સમાવ્યાં છે.

• કોર્સ લેવાથી સુધારો નહીં થાય, કોર્સ મુજબ આપ જેટલું સમજીને, દિલ રેડી અને નિયમિત કરશો, તેટલું અને તેટલું ઝડપી પરિણામ મળશે.

• અમારો ‘ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ વર્કશોપ’ છેલ્લાં ૪૦ વર્ષોથી ૫૦ થી વધુ દેશમાં લાખો માતા-પિતાઓને ઉત્તમ પરિણામ આપી ચૂક્યો છે.

• વધુ વિશ્વાસ માટે આપ અમારા ભૂતપૂર્વ અને વર્તમાન વાલીઓએ આપેલ અભિપ્રાય HOME પેજ પર વાંચો.

• આપે અમને ઈ-મેઈલ પર કોંટેક્ટ નંબર સાથે રિકવેસ્ટ મોકલવાની રહેશે. ટ્રેઈનર માટે અમારો ૨ દિવસનો કોર્સ છે. પૂરતી સંખ્યા થશે, ત્યારે તાલીમના ૨ દિવસોની તારીખ આપને જણાવવામાં આવશે.

• એ Train the Trainer કોર્સમાં આપને આ કોર્સનું ઊંડાણ પ્રાપ્ત થશે કે જેથી આપ પણ આપના વિસ્તારમાં Offline વર્કશોપ કરી શકો. આપણા વચ્ચે ફ્રેંચાઈશી કરાર પણ થશે. એ શરતો આપને મંજૂર હોય, આપ અમારા ઈન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થાઓ, તે બાદ આપ ફ્રેંચાઈશી માટે પણ આગળ વધી શકશો.

• અમે આપને Offline માટે નવા વાલીઓનો સંપર્ક આપીશું. અને બીજો જરૂરી તમામ સપોર્ટ આપીશું. એપ આપે અમારી જ વાપરવાની કે વહેંચવાની રહેશે.

• Train the Trainer કોર્સની કિમ્મત અમે આપને ફોન પર જણાવીશું. (૯૯૯ ૮૯૯ ૨૨૯૭, સવારે ૧૦ થી સાંજે ૬, વર્કિંગ દિવસોમાં)

• સૌથી મોટો લાભ આપને આપના અંગત જીવનમાં થશે. આપ સતત અમારી સાથે જોડાયેલા રહેશો, તેથી ‘સુખી સંતાન. સુખી કુટુંબ. સુખી વિશ્વ.’નું અમારું વિઝન પહેલાં આપના જીવનમાં સિદ્ધ થશે.

• વળી, વારંવાર પેરેન્ટીંગનું જ્ઞાન શિખવશો, તો આપને પણ વધારે દૃઢ થશે અને આપની જવાબદારી વધવાથી આપને આ સ્કીલ્સ સહજ અને સરળ થઈ જશે.

• સમાજના નવ નિર્માણમાં યત્કિંચિત સહભાગી થવાનો ઊંડો સંતોષ અને આનંદ મળશે.

• સાથે બાય પ્રોડક્ટરૂપે સારો એવો આર્થિક ટેકો પણ મળશે.


BE TRAINER : 'PARENTING GENIUS', JOIN NOW : Click Here

• ના, આ કોર્સના આઈડિયાઝ અને કન્ટેન્ટ (લોગો, ઈમેઝિસ, ટેક્સ્ટ, વીડિયો, ઓડિયો, એપ્લિકેશન વગેરે તમામ) રજીસ્ટર્ડ છે, કોપી રાઈટ અને પેટન્ટ પ્રોટેક્ટેડ છે. તે ફક્ત આપના વ્યક્તિગત ઉપયોગ માટે છે. તેને કોઈપણ સ્વરૂપે, કોઈપણ માધ્યમથી, ક્યાંય પણ રજૂ કરવું એ ગુનો છે.

• સર્જક જીતેન્દ્ર ટિંબડિયાએ તેમના ૨૨ વર્ષનાં ઊંડાં રિસર્ચ, સાધના અને અનુભવના આધારે આ બધું મટિરિયલ તૈયાર કરેલ છે.

• છતાં કોઈ નોન-પ્રોફિટ હેતુ માટે આપને કોઈ વસ્તુ ઉપયોગમાં લેવી હોય, તો લેખિત પરવાનગી લઈને કરી શકશો.

• પ્રોફિટ બેઝ હેતુ માટે આપે જે-તે વસ્તુની રોયલ્ટી Dream Child Parenting LLPને ચૂકવવી પડશે.

• પરવાનગી અને રોયલ્ટી આસ્ક માટે સંપર્ક : dreamchildparenting@gmail.com

• હા. અમે અમારો ૨ કલાકનો સેમિનાર તદ્દન ફ્રીમાં ગોઠવીએ છીએ. (ભાષા : ગુજરાતી)

• અમારી જે ટીમ આવે, તેની રહેવા-જમવા-ટ્રાન્સપોર્ટની અને જરૂરી તમામ સગવડ આપે કરવાની રહેશે.

• લોકોને એકઠા કરવાની અને સભાસ્થળની તમામ વ્યવસ્થા આપે કરવાની રહેશે.

• આપે અમને કોંટેક્ટ નંબર સાથે અમારા ઈ-મેઈલ પર રિકવેસ્ટ મોકલવી. અમારી ટીમ આપનો સંપર્ક કરી, અમને અનુકૂળ હશે, તે તારીખ-સમય આપને મોકલશે.

• ના. આ કોર્સની ફી રિફંડેબલ કે ટ્રાન્સફરેબલ નથી.

• અપવાદ : અમે મની બેકની ગેરેંટી આપી છે, તે કીટ વિનાની કિમ્મત માટે છે. કોઈને કોર્સ વાપર્યા બાદ પણ કાંઈ પરિણામ - સુધારો ન મળે, તો અમે કીટના ૨,૦૦૦/- રૂપિયા બાદ કરી, ઉપરની જેટલી રકમ આપે ભરી હશે, તે રિટર્ન કરી દઇશું.

• એ બાબતે આપે અમને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.

• અમે ખૂબ જ સારી ટેક્નોલૉજી વાપરી આ એપ બનાવી છે. છતાં અમુક દેશમાં, અમુક ફોનમાં તે બરાબર ન ચાલે, તો આપે ડિવાઈસ બદલવાનું રહેશે.

• અમારી ટેકનિકલ ટીમ પ્રશ્ન સોલ્વ કરવા બનતા તમામ પ્રયત્નો કરશે, પરંતુ આ બાબતે આપે ધીરજ રાખી, યોગ્ય નિર્ણય લેવો પડશે.

• ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ LLP

• ૨૪૯, સિલ્વર સ્ટોન આર્કેડ, ડી-માર્ટની બાજુમાં, સિંગણપુર-કોઝવે રોડ, કતારગામ, સુરત, ગુજરાત-૩૯૫ ૦૦૪. ભારત.

• E-mail : dreamchildparenting@gmail.com

• કોર્સ માહિતી સંપર્ક : ૯૯૯ ૮૯૯ ૨૨૯૭

• ટેકનિકલ સપોર્ટ સંપર્ક : ૬૩૫૬ ૭૨૭૦ ૩૧

(સમય : સવારે ૧૦ થી સાંજે ૬, વર્કિંગ દિવસોમાં)